મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા હસ્તે ભાડલા ગામમાં રૂ.૨૮ લાખના ખર્ચે બનનારી ગ્રામ પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત કરાયું

તા.૧૫/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભાડલામાં વિધાર્થીઓની વાંચનની પ્રવૃત્તિને વિકસાવવા રૂ. ૧૦ લાખના ખર્ચે પુસ્તકાલય નિર્માણાધીન
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે ગ્રામ પંચાયતની નવી કચેરીનું ખાતમુર્હુત પાણી પુરવઠા અને અન્ન – નાગરિક પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે થયું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ રૂ.૨૮ લાખના ખર્ચે વિશાળ ગ્રામ પંચાયતની કચેરી બનશે. આ કચેરીના નિર્માણનું કામ ગુણવત્તાયક્ત બને તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિધાર્થીઓની વાંચન પ્રવૃત્તિને વિકસાવવા રૂ.૧૦ લાખના ખર્ચે પુસ્તકાલય પણ બની રહ્યું છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘણી ઉપયોગી નીવડશે.

તેમજ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટેની સૌની યોજના તેમજ રાનીપરના કેનાલની કામગીરી થઈ રહી છે.
આ તકે અગ્રણીશ્રી રવજીભાઈ સરવૈયા,શ્રી અરવિંદ ડોબરીયા, તાલુકા વિકાસ અધિકારી જી.એમ.રાઠોડ, તલાટી શ્રી પારૂલબેન વાસાણી અને બી.જી.કુમરખાણીયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








