DHORAJIJAMKANDORNARAJKOT
ધોરાજી તેમજ જામકંડોરણા ખાતે પ્રિ અને પોસ્ટ મેટ્રીક સ્કોલરશી અંગેનો કેમ્પ યોજાયો

તા.૩૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અનુ.જાતિ અને જનજાતિના ધોરાજી તેમજ જામકંડોરણા તાલુકાઓના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રિમેટ્રિક અને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લીં કરવાના કેમ્પ યોજાયા હતા.

બંને તાલુકામાં બી.આર.સી. ભવનો ખાતે પ્રિમેટ્રીક તથા પોસ્ટમેટ્રીક સ્કોલરશીપના વિદ્યાથીના બેન્ક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બેન્ક ખાતું લીંક કરવામાં મુશ્કેલી આવતી હોય તેવા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સક્ષમ અધિકારીઓની હાજરીમાં સ્થળ ૫ર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાલુકાના મામલતદારશ્રી તથા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રી તેમજ સંબંધિત અન્ય કર્મચારીઓ અને શાળાના આચાર્યશ્રી તથા વાલી-વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]








