
તા.૧૮/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર નજીક રોજકોટ- પોરબંદર નેશનલ હાઇવે પર કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ૩ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નજીક રાજકોટ-પોરબંદર હાઈવે પર કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર હર્ષ કૃષ્ણકુમાર કાલરિયા (૨૩)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર હર્ષદ હરિભાઈ કાલરિયા, ડિમ્પલબેન હર્ષદભાઈ કાલરિયા અને નિરવા નિરજકુમાર કાલરિયા ઘાયલ થતાં તેઓને જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સઘન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જેતપુર ઉદ્યોગનગર પોલીસ આ અકસ્માતની જાણ થતાં પોલીસ મથકનો કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માતગ્રસ્ત કાર જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહી હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે હર્ષ કાલરિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








