JETPURRAJKOT

જેતપુરમાં સિંધી સમાજના ધર્મગુરુના સાંનિધ્યમાં ચાલીસા મોહત્સવ ઉજવાયો

તા.૧૮/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર સિંધી સમાજના આરાધ્ય દેવ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના પવિત્ર ચાલીસા મહોત્સવ જે જેતપુર શહેરના નાના ચોક વિસ્તારમાં આવેલ ઝુલેલાલ મંદિરમાં તા. 8 ઓગસ્ટ 2023થી શરૂ થયો હતો અને તા. 16 સપ્ટેમ્બર 2023ના રોજ પૂર્ણવત્તી કરવામાં આવી હતી.

જેમાં ચાલીસા મહોત્સવના 39માં દીને ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના ઉપાસક એવા સિંધી સમાજના ધર્મગુરૂ સાંઈ શહેરાવારાજીના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી સાથે કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત સાંજે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી ઝુલેલાલ મંદિરે પહોંચી હતી ત્યાર બાદ શહેરની ગુજરાતીની વાડી વિસ્તારમાં ધર્મગુરૂ શહેરાવારા સાંઇજીના સાનિધ્યમાં ભહેરાણા સાહેબ આશીર્વચન ભજન સત્સંગનું સમાગમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર સિંધી સમાજ આ ધર્મયજ્ઞ કાર્યમાં જોડાઈ પવિત્ર ચાલીસા મહોત્સવમાં પોતાની આહુતિ અર્પી હતી.

આ તકે ધર્મગુરૂ શહેરાવારા સાંઈજીના મુખારવિંદે ચાલીસા મહોત્સવનું આધાર ઉદ્દેશ મહિમા સૌએ શ્રવણ કરી હતી, ધર્મગુરૂના આશીર્વચનથી સમગ્ર સમાજ સંસારરૂપી ભવસાગર પાર કરી મોક્ષગતી રાહની નાવમાં બેસી ઇષ્ટદેવ ઝુલેલાલ નામમાં સમાયું હતું.

આ પાવન સમાગમે લછુભાઈ જીવાણી.વીજય ક્રીષનાણિ.દીપક બસરાણી પ્રકાશ ક્રીષનાણી વરૂણદેવ ગૃપ તેમજ મહિલાઓ યુવાનો અને જેતપુર સિંધી સમાજના પ્રમુખ તેમજ વિવિધ સંસ્થાના હોદેદારો સહિતના ઉપસ્થિતિ રહ્યા હતાં અને પ્રસંગને ઉજવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button