
તા.૧૯/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલકુાના જેતલસર ગામે પેટ્રોલ પંપમાં લૂંટ અને મોટી મારડ ગામે મારામારીના બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સામે રાજકોટ જિલ્લા કલેકટરે પાસાના વોરંટ કાઢતા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે વોરંટની. બજવણી કરી એક આરોપીએ અમદાવાદ અને અન્ય આરોપીને વડોદરા જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ જેતપુર તાલકુાના જેતલસર ગામે પેટ્રોલપંપમાં બે શખસોએ લૂંટ ચલાવી હતી જે અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જયારે આ જ બેલડીએ મોટી મારડ ગામે પંપ પર મારામારી કરી હતી.
જે અંગે પાટણવાવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમે આ બંને ગુના આચરનાર બેલડી રવી ઉર્ફે ભૂરો જેન્નતભાઈ કંડોરીયા,રાજ વલ્લભભાઇ ભડેલીયા (રહે. બંને પાંચ પીપળા) ને ઝડપી લીધા હતાં.
દરમિયાન બન્ને આરોપીઓ વીરુધ્ધ એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ દરખાસ્ત મંજુર કરી પાસાનું વોરંટ ઇશ્યુ કરતા રાજકોટ એસ.પી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ ડી.જી.બડવા તથા ટીમે પાસા વોરંટ બજવણી કરી બંને આરોપીઓન અટકાયત કરી પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ તથા વડોદરા મધ્યસ્થ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.








