
તા.૮/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નંબર પ્રાપ્ત કરેલ આગંણવાળી કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હિમાયતની સફળતાને પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરેલ છે જે અંતર્ગત આજે જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના ગોમટા ગ્રુપની 27 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો વચ્ચે મીલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પૌષ્ટિક વાનગી બનાવવામાં આવી હતી જેમકે સાંબો, મોરૈયો, રાગી, કાંગ, રાજગરો, બાજરી, જેવા વિવિધ પ્રકાર ના મિલેટ્સમાંથી વાનગીઓ બનાવવામાં આવી હતી.


તાલુકા ના ગોમટા ગ્રુપ માં આવેલ 27 જેટલી આંગણવાડીના કાર્યકર બહેનો ને એકતાબેન દ્વારા મીલેટ્સ ના ફાયદા અને તેમના મહત્વ વિશે સમજવવામાં આવ્યા હતા. મીલેટ્સ વાનગી સ્પર્ધામાં સાંબાના ચમચમિયા, ફુદીનાની ચટણી બનાવનાર દુધાત સેજલબેન (ગુંદાળા કેન્દ્ર 2) એ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતો દ્વિતીય નંબર પર રિદ્ધિબેન મકવાણા (ચરખડી કેન્દ્ર 4) કઠોળની બાસ્કેટ ચાટ બનાવી હતી અને તૃતીય નંબર પર (અનિડા કેન્દ્ર – 2) ના રચનાબેન પરમાર એ રાજગરાના લાડુ બનાવવામાં આવ્યા હતા આ ત્રણેય કાર્યકરોને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સુપરવાઇઝર બંસરીબેન, અનિડા ગામના સરપંચ સામંતભાઈ બાંભવા, અનિડા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ બલદાણીયા, શિક્ષક અલ્પેશભાઈ વાછાણી તેમજ શાળાના શિક્ષિકા વિશાબેન, ભારતીબેન અને આરોગ્ય ના CHO નૈમિષભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સુપરવાઈઝર બંસરીબેન સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.









