GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૮.૦૦ કલાકથી નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે યોજાશે.

આ સ્પર્ધામાં તાલુકા/નગરપાલીકા કક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધક ભાગ લઈ શકશે માટે તાલુકા/નગરપાલીકામાં પ્રથમ આવેલ તમામ સ્પર્ધકોએ તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૮.૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે રીપોર્ટીંગ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button