MORBIMORBI CITY / TALUKO

રાણેકપર પ્રાથમિક શાળામાં શહીદ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

રાણેકપર પ્રાથમિક શાળામાં શહીદ દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

 


30 જાન્યુઆરી એટલે શહિદ દિવસ આજે ભારતના પનોતા પુત્ર એવા ગાંધીજીનો નિર્વાણ દિન છે. 30 જાન્યુઆરી 1948 ના દિવસે ભારતે આ સપૂત ગુમાવ્યા હતા. જેને યાદમાં આ દિવસને શહિદ દિવસના રૂપમાં દર વર્ષે મનાવવામાં આવે છે. મહાત્મા ગાંધીના જીવન થી પ્રેરાય બાળકોમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી રાણેકપર પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ ભાગ લીધો. જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર શાહમદાર શાહનવાજ તથા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન સાકરીયા કિસન એ મેળવ્યું. જે બદલ શાળા પરિવાર વતી બંને બાળકોને અભિનંદન..

[wptube id="1252022"]
Back to top button