MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા :સજનપર પ્રા. શાળાનો જિલ્લા કક્ષાની કવિઝમાં ઐતિહાસિક વિજય

ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા. શાળા રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રીઝર્વ બેન્ક-અમદાવાદ દ્વારા આયોજિત નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝ માં સમગ્ર જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની ટીમ વચ્ચે ટંકારા તાલુકાની *પ્રાથમિક શાળા શ્રી સજનપર પ્રા. શાળા એ પ્રથમ ક્રમ મેળવ્યો.રૂ. 10000 નું ઇનામ તા. 27 જૂન 2023 ના રોજ BRC ભવન મોરબી ખાતે નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રીઝર્વ બેન્ક-અમદાવાદ દ્વારા નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ દરેક તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જિલ્લાની શ્રી સજનપર પ્રા. શાળા ના બે વિદ્યાર્થીઓ (૧) ગોરીયા જયદીપ ધીરજલાલ (૨) રાણીપા ગર્વ જયંતીભાઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. આ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જે શાળા પરિવાર માટે ગર્વની વાત છે.આ તકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજરશ્રી રવિન્દ્રભાઈ કરાલે અને મોરબી SBI ના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી સુરેન્દ્રભાઈ ચૌધરી* ખાસ ઉપસ્થિત હતા તેમજ મોરબી જિલ્લાના BRC કો-ઓર્ડિનેટર શ્રી ચિરાગભાઈ આદ્રોજા, SSA ના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ કો-ઓ. શ્રી પ્રવીણભાઈ ભોરણિયા પણ ઉપસ્થિત હતા તેમણે પણ બાળકોને અભિનંદન આપેલ છે.


આ બાળકોને કવિઝની શાળા કક્ષાએ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેનશ્રી દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ અને નંબર મેળવેલ બંને વિદ્યાર્થીઓને
ટંકારા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીશ્રી જીવણભાઈ જારીયા સાહેબ, BRC કો-ઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ ફેફર સાહેબ, CRC કો-ઓર્ડિનેટર શ્રી શૈલેશભાઈ સાણજા સાહેબ, તાલુકા શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ સિણોજીયા તેમજ સજનપર ગામના સરપંચશ્રી, SMC અધ્યક્ષ તેમજ સમગ્ર સ્ટાફ અને શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારા એ અભિનંદન પાઠવેલ છે.

[wptube id="1252022"]
Back to top button