ARAVALLIMODASA

કાયદો દરેક માટે સરખો : અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ક્લાર્ક કોર્ટ સંકુલમાં નશાની હાલતમાં ઝડપાયા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

કાયદો દરેક માટે સરખો : અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ક્લાર્ક કોર્ટ સંકુલમાં નશાની હાલતમાં ઝડપાયા

*જજ એસ.સી.પટેલ અને તેમનો ક્લાર્ક બી.કે.વીજ નશાની હાલતમાં મોડાસા ટાઉન પોલીસે ઝડપી લેતા કોર્ટ સંકુલ સહીત જીલ્લામાં સન્નાટો*

ગુજરાતમાં દારૂ બંધીનો કડક કાયદો અમલમાં આવ્યા પછી પણ રાજ્યમાં દેશી-વિદેશી દારૂ મોટી માત્રામાં વેચાણ થઇ રહ્યો હોવાની સાથે પોલીસ કબ્જે લઇ રહી છે સામાન્ય રીતે ન્યાય પ્રજા તંત્રથી થાકે ત્યારે ન્યાયની ગુહાર કોર્ટમાં લગાવતી હોય છે અને કોર્ટ દ્વારા લોકોને ન્યાય મળી રહેતા ન્યાયની દેવી પર પૂરો ભરશો છે મોડાસા શહેરમાં અરવલ્લી જીલ્લા સેવાસદન સામે આવેલ દીવાની અને ફોજદારી અદાલતો નું સંકુલ આવેલું છે જેમાં અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ક્લાર્ક નશાની હાલતમાં મિટિંગ હૉલમાં બિભસ્ત વર્તન કરતા ભારે ચકચાર મચી હતી મોડાસા ટાઉન પોલીસ કોર્ટ સંકુલમાં પહોંચી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

મોડાસા શહેરના શામળાજી રોડ પર આવેલા ન્યાય મંદિરમાં સોમવારે સાંજના સુમારે અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એસ.સી.પટેલ અને ક્લાર્ક બી.કે.વીજ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં બેફામ બની જજ સાહેબની મિટિંગ રૂમમાં બિભસ્ત વર્તન કરતા અન્ય કર્મીઓ ચોકી ઉઠ્યા હતા અને મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પીઆઇ વાઘેલા તેમની ટીમ સાથે પહોંચી જજ એસ.સી.પટેલ અને ક્લાર્ક બી.કે.વીજની અટકયાત કરી હતી ટાઉન પોલીસ માટે પણ જજ અને ક્લાર્કને નશાની હાલતમાં ઝડપી પાડવા પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું હતું મોડાસા ટાઉન પોલીસે કોર્ટ સંકુલમાં નશાની હાલતમાં રહેલા જજ અને તેમના ક્લાર્કની અટકાયત કરતા સમગ્ર સંકુલમાં સન્નાટો વાપી ગયો હતો

મોડાસા ટાઉન પોલીસે ડીસ્ટ્રીકટ કોર્ટ રજીસ્ટ્રાર વિજયભાઈ ડાહ્યાભાઈ ભગતની ફરિયાદના આધારે અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એસ.સી.પટેલ અને ક્લાર્ક બી.કે.વીજ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

[wptube id="1252022"]
Back to top button