
.20 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સમતોલ આહાર મળી રહે તે હેતુથી આજ રોજ તા- 20 જુલાઈ 23 ના રોજ આદર્શ ઉપહાર ગૃહની શુભ શરૂઆત કરવામાં આવી. આ શુભારંભમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી સાહેબ, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડો.સુરેશભાઈ વી. ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી વગેરે હોદ્દેદારશ્રીઓ, શૈક્ષણિક સંકુલના પ્રિન્સીપાલશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ મિત્રો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદર્શ ઉપહાર ગૃહનું શુભ ઉદ્દઘાટન કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી સાહેબના વરદ્ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌને ગોળ ધાણા દ્વારા મોં મીઠ્ઠું કરાવ્યું હતું. સાથે સાથે બાળકોએ નાસ્તાની લિજ્જત પણ માણી હતી.



