
આસીફ શેખ લુણાવાડા
મહિસાગર વન વિભાગ દ્રારા ચનસર અને નાની ઝાઝરી ગામ ખાતે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

મહિસાગર વન વિભાગના નાયબ વન સંરક્ષક એન.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સહભાગી વન વ્યવસ્થા મંડળી ચનસર હેઠળ કીટ વિતરણ કાર્યક્રમ મહિસાગર જીલ્લાનાં ચનસર અને નાની ઝાઝરી ગામ ખાતે આર.એફ.ઓ વી.એન.હારેજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ગામ લોકોને મદદરૂપ થાય તે માટે શાકભાજીની બિયારણ કીટ, જંતુનાશક દવા, કેરેટ, સેન્દ્રીય ખાતર, ઈલેકટ્રીક સ્પ્રેપંપ તથા તાડપત્રી વિતરણ કરવામાં આવ્યુ. જેમાં ગ્રામજનો, મંડળીના સંભ્ય અને વન વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]








