
હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે દરોડો પાડી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે શખ્સોને રોકડા રૂપિયા તથા એક મોબાઇલ સહીત રૂ.૧૮,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે દરોડા દરમિયાન વધુ એક આરોપીનું નામ ખુલવા પામ્યું હતું. જેથી ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિર પાસેથી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતની જુગાર રમતા વીનોદ બુધીલાલ સોલંકી ઉવ.૪૫ રહે.પંચમુખી ઢોરા વીસ્તારમા પંચમુખી મહાદેવ મંદીર પાછળ હળવદ તથા સંજય રુપાભાઇ સીતાપરા ઉવ.૩૫ રહે.પંચમુખી ઢોરા વીસ્તારમા પંચમુખી મહાદેવ મંદીર પાસે હળવદને વારલી ફિચર્સના આંકડાઓ લખેલ ડાયરી સહિતના સાહિત્ય તથા રોકડા રૂ.૧૩,૮૦૦ તેમજ એક મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- એમ કુલ રૂ.૧૮,૮૦૦/-ના મુદામાલ સાથે બંનેની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી જયારે દરોડા દરમિયાન ત્રીજા આરોપી રવીભાઇ ભુરાભાઇ રબારી રહે.ભવાનીનગર ઢોરો હળવદવાળનું નામ ખુલતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા ..