JUNAGADH

જૂનાગઢ જિલ્‍લામાં તા.૩૦મી જાન્યુઆરી સુધી સભા સરઘસબંધી

જૂનાગઢ જિલ્‍લામાં તા.૩૦મી જાન્યુઆરી સુધી સભા સરઘસબંધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્‍લાના સમગ્ર વિસ્તારમાં કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સુલેહ  શાંતી જાળવવા  સારૂ તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે તાત્‍કાલીક અસરથી તા.૩૦-૦૧-૨૦૨૪  સુધી સમગ્ર જિલ્‍લામાં અધિક જિલ્‍લા મેજસ્‍ટ્રેટ શ્રી એન.એફ. ચૌધરીએ ગુજરાત  પોલીસ અધિનિયમ-૧૯૫૧ અન્‍વયે એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્‍નનાં વરઘોડાને, સ્‍મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્‍યક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.

[wptube id="1252022"]
Back to top button