JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં ૫ ફેબ્રુઆરી સુધી સુકું અને ચોખ્ખું વાતાવરણ રહેવાની સંભાવના

તા.૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં ૨ ફેબ્રુઆરી દરમિયાન અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ ૧થી ૫ ફેબ્રુઆરી સુધી સૂકું અને ચોખ્ખું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૦ થી ૩૨ ડિગ્રી સેલ્શીયસ અને રાત્રી દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્શીયસ તેમજ લઘુત્તમ અને મહત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૨૦ થી ૪૩ અને ૯ થી ૨૪ ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા ઈશાન અને પૂર્વની અને ઝડપ ૧૨ થી ૨૩ કી.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેમ ઉત્તર સૌરાષ્ટ્ર ખેતઆબોહવાકીય વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

[wptube id="1252022"]
Back to top button