
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકા ના દરિયાપુર પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષીકાનો વિદાય સમારંભ યોજાયો

મોડાસા તાલુકાની દરિયાપુર પ્રાથમિક શાળા મોડાસા 1 જૂથ ના મુખ્ય શિક્ષીક નો વિદાય સમારંભ મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષમાધિકારી શ્રી ની અધ્યક્ષતા મા યોજવામાં આવ્યો હતો. જેમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષિકા સાધનાબેન ગણપતલાલ ત્રિવેદી ને પ્રશસ્તીપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. બૃહદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શામળપુર, લાલપુર અને દરિયાપુર એમ ત્રણ અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવ્યા બાદ વર્ષ 1998થી દરિયાપુર પ્રાથમિક શાળામાં 25 વર્ષ મુખ્ય શિક્ષક તરીકે કાર્યરત રહી શિક્ષણની ધૂણી ધખાવી હતી. આજે યોજાયેલા તેમના વિદાય સમારંભમાં વોલ્લા ગામના સરપંચ દિનેશભાઈ, સા.કાં બેન્ક ના એમ.ડી પંકજ ભાઈ, ટીચર્સ મંડળી ના ચેરમેન વરુણભાઈ ,કેળવણી નિરીક્ષકશ્રીઓ , સી.આર.સી કો.ઓ ઉપરાંત કેન્દ્ર શાળા અને આજુબાજુની શાળાના શિક્ષકો , ગ્રામજનો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને ભારે હૈયે વિદાય આપી હતી. સૌએ તેમનું નિવૃત્તિ બાદનું જીવન સુખદાયી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. શાળા ના શિક્ષક અનિલભાઈએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યુ હતું કે સૌથી વધુ જવાબદારી ભરી નોકરી હોય તો તે શિક્ષકની છે. તે ક્યારેય નિવૃત્ત નથી થતો પરંતુ નિવૃત્તિ બાદ પણ તે પોતાનું શિક્ષણ અને સમાજ સાથે જોડાય તે પોતાની બાકીની જીદંગી પ્રવૃતિમય બનાવતો હોય છે. તેમણે સાધના બેન ને આગામી જીવન સુખ અને શાંતિ આપનારું અને સ્વસ્થ તંદુરસ્તી નીવડે એવી શુભેચ્છા પાઠવી હતી.








