
તા.૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સમાજમાં બનતા બનાવોને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગનું યુનિટ શરૂ કરવામાં આવેલ છે આ યુનિટ દ્વારા સમાજમાં બનતા બનાવો બાળ મજૂરી, વેશ્યાવૃત્તિ, વેપ્રથા, ચિલ્ડ્રન પ્રોટેકશન, બાળ કિશોર અધિનિયમ, ગેરકાયદેસર શરીર ના અંગો ની ચોરી કે વહેંચવા, મની લોન્ડિંગ જેવા કિસ્સા એટકે તેવા હેતુ થી દરેક ગામોમાં સેમિનાર યોજવામાં આવે છે.
જે અંતર્ગત જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ યોગા હોલ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની કામગીરી અંગે સમજણ આપવા ડી. વાય એસ પી. રોહિત ડોડીયાના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજવામાં આવેલ હતો.
આ સેમિનારમાં માહિતી આપતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ના ઇન્ચાર્જ પી. એસ.આઇ. ડી. આર. ગઢવી એ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ માં આવતા તમામ ગુન્હાઓ ની સમજણ આપેલ હતી. આ સેમિનારમાં તાલુકા પી એસ.આઇ. ગાંગણા, વીરપુર પી.એસ.આઇ. એમ.જે. પરમાર, તથા જી.જે.ઝાલા, જેતપુર પી.આઇ.અજયસિંહ હેરમાં સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા