GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયાના ખીરઈ ગામના પાટીયા નજીક ઝડપાયેલ ખાતરના જથ્થા મામલે ચાર સામે ફરિયાદ નોંધાઈ

માળિયાના ખીરઈ ગામના પાટીયા નજીક ઝડપાયેલ ખાતરના જથ્થા મામલે ચાર સામે ફરિયાદ નોંધાઈ

ટ્રક ચાલક, ટ્રક માલીક, માલ મોકલનાર તથા માલ ખરીદનાર ચારેય સામે ફરિયાદ નોંધાઈ

માળીયા(મી)ના ખીરઈ ગામના પાટીયા પાસે રાજ્ય વેરા અધિકારીઓ દ્વારા શંકાસ્પદ રાસાયણિક ખાતરનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાયો હતો. જે પકડાયેલ રાસાયણિક ખાતરની તપાસ ખેતી નિયામક કચેરી ખાતે ખેતી અધિકારી દ્વારા કરવામાં આવતા આ સબસિડીયુક્ત નીમ કોટેડ ખાતર હોવાનું સામે આવ્યું હતું અને આ રાસાયણિક ખાતર ખેત વપરાશ માટે કરવાનો હોય પરંતુ ટ્રક ચાલક પાસેથી મળેલ બીલો કે જે અમદાવાદની પેઢીએ ગાંધીધામના ઔદ્યોગિક એકમ ધરાવતી પેઢીને મોકલાવેલ હોવાનું બિલ સામે આવતા માળીયા(મી) ખેતી અધિકારી દ્વારા ટ્રક ચાલક, ટ્રક માલિક, માલ વેચાણ કરનાર તથા માલ ખરીદનાર તથા તપાસમાં જેનું નામ ખુલ્લે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ માળીયા(મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી રાજ્યવેરા અધિકારી દ્વારા શંકાસ્પદ રાસાયણિક ખાતર ભરેલ ટ્રક ઝડપાયેલ જે ટ્રકમાં રહેલ યુરિયા ખાતરની ચકાસણી માટે તેનું સેમ્પલ જૂનાગઢ પ્રોયોગશાળામાં મોકલવામાં આવ્યું હતું. જે પૃથ્થકરણ અહેવાલ ઉપરથી સામે આવ્યું હતું કે આ રાસાયણિક ખાતર ખેત વપરાશ માટેનું સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર છે.જેથી માળીયા(મી) ખેતી અધિકારી તરંગભાઇ અશોકભાઇ ફળદુ દ્વારા આરોપી ટ્રક ચાલક મહેશભાઈ વિરમભાઈ મેવાડા, રહે.૫૯૫,ભરવાડવાસ, વલ્લભીપુર, ભાવનગર, ટ્રકના માલીક પદુભા રહે. ગાંધીધામ, અમદાવાદનાં શ્રીકટારીયા એન્ટરપ્રાઇઝના વેપારી તથા ગાંધીધામના શ્રી મે. બ્લુ ડાયમંડ એ ડબલ્યુના વેપારી સામે નામ જોગ તથા તપાસમાં જે ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત તમામ આરોપીઓએ સબસીડીવાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાનો ખેતીમાં વપરાશ કરવાને બદલે ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવા સબસીડી વાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયાને ટ્રક નં. જી.જે.-૧૨-બી.વી.-૧૬૩૬ વાળીમા ભરી પરિવહન કરતા હોય જેથી આ બાબતે ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ની જોગવાઈઓના ભંગ બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ ૩ નો ભંગ થવાથી તે મુજબ સજા અને દંડને પાત્ર ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ માળીયા મી પોલીસે આરોપી સામે તે જ કાયદાની કલમ ૭(૧)(એ)(૨) મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button