Idar : ઝારખંડથી શરૂ થયેલ આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસી ઓ એ ઉમળકાભેર સ્વાગત કર્યું

ઝારખંડથી શરૂ થયેલ આદિવાસી સુરક્ષા યાત્રાનું ઇડર વાસી ઓ એ ઉમળકાભેર સ્વાગત કર્યું
આદિવાસી સુરક્ષા યાત્રાએ પાંચ રાજ્યોના 500 થી વધુ ગામડાઓમાં 7000થી વધુ કિમીનું ભ્રમણ કરી આજે ઈડર પહોંચ્યા ત્યાં ઈડર ના આદીવાસી સમાજ ના આગેવાન પરમાર નટવર ભાઈ રાજુ ભાઇ, બોડાત જયંતિ ભાઇ લક્ષ્મણ ભાઈ, દામા રાજેશ ભાઈ જીવા ભાઇ તેમજ એકલવ્ય ટ્રાઇબલ યુથ, શિક્ષણ એસોસિએશ ઇડરના આગેવાનો અને મહિલાઓ એ સ્વાગત કર્યું હતું
બ્રિટિશરો સામે અવાજ ઉઠાવનાર આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડાના પૈતૃક ગામ ઝારખંડના ખૂટી જિલ્લા ઉલીહાતુંથી 9 મી ઓગષ્ટે આરંભાયેલી આદિવાસી સુરક્ષા યાત્રા 7000 થી વધુ કિમીનું અંતર કાપીને ગાંધી જયંતી નિમિત્તે સો વર્ષ અગાઉ જ્યાં 1200 વીર શહીદો એ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે વિજયનગર તાલુકાના દઢવાવ ગામે વીરભૂમિ પર સમાપન થશે .જેમાં આદિવાસી સમાજના 50 હજાર થી વધુ લોકો એકત્રિત
થઈ બીરસા મુંડા અને પાલ દઢવાવના શહીદોને શ્રધાંજલિ આપશે.
આ યાત્રા અંગે રાજુભાઈ વલવાઈએ કહ્યું કે દેશને આઝાદ થયાને ૭૫ વર્ષ થયા બાદ પણ દેશભરના ૭૮૧ આદિવાસી સમૂહો પોતાની જાત ને આજે પણ અસુરક્ષિત અનુભવે છે તેમનામાં વૈચારિક એકત્રીકરણ,સાંસ્કૃતિક શુદ્ધિકરણ,સામાજિક, રાજકીય એકતા અને જાગરૂકતા લાવવા અને આદિવાસી સમાજ ને એકજૂટ કરવાના આશય સાથે આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું હતું. ઝારખંડ ખૂંટી જિલ્લામાં જ્યાં આદિવાસી ક્રાંતિવીર
બિરસા મુંડાની જન્મસ્થળી ઉલીહાતુથી 9 મી ઓગષ્ટે આરંભાયેલી આ આદિવાસી સુરક્ષા યાત્રા નું ઝારખંડ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાતના ૫૦૦થી વધુ જનજાતિ ક્ષેત્રના ગામડાઓ માં આદિવાસી સમાજ માં જાગૃતિ ની અહેલક જગાવી ૫૪ દિવસ બાદ ૭૦૦૦ થી વધુ કિમીનું અંતર કાપીને ગાંધી જયંતી નિમિત્તે સો વર્ષ અગાઉ જ્યાં ૧૨૦૦ વીર શહીદો એ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તે વિજયનગરના દઢવાવમાં વીરભૂમિ પર સમાપન થશે. યાત્રામાં શરૂઆત 25 આદિવાસી કાર્યકરોએ કરી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા