MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા- પ્રાથમિક આરોગ્યો કેન્દ્રો દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્યો કેન્દ્રો દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ

 


મોરબી જિલ્લામાં માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી.ડી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તથા બધા જ હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત શાળાએ જતા તેમજ શાળાએ ન જતા કિશોરીઓના વજન, ઊંચાઈ, હિમોગ્લોબીન તપાસ તેમજ BMI ના અનુસંધાને જરૂરીયાતવાળા કિશોરીઓને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવી, અને કિશોરીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ.
આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા આરોગ્ય વિભાગમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.દીપક બાવરવા સાહેબ હાજર રહેલ, તેમજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, ડો.દિનેશ બાવરવા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ કે પટેલ તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ લગત પ્રાથમિક કેન્દ્રના મેડીકલ ઓફિસરશ્રીઓ તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવેલ.

[wptube id="1252022"]
Back to top button