
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાની કાકશાળા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચની કામગીરીથી સભ્યો નારાજ હતા.જેથી ગ્રામસભામાં રજૂ કરવામાં આવેલ બજેટનો સભ્યોએ વિરોધ કર્યો હતો.અને બજેટ નામંજૂર કરવામાં આવ્યુ હોવાની વિગતો બહાર આવી છે.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાની કાકશાળા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ માલજી ગામીતનાં અધ્યક્ષસ્થાને ગતરોજ બજેટ માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ગ્રામ સભામાં સરપંચ તથા તમામ સભ્યો હાજર રહ્યા હતા.જે બાદ સરપંચે આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ તથા વિવિધ વિકાસના કામોની ચર્ચા કરી હતી.પરંતુ સરપંચ માલજી ગામિતનાં કામગીરીથી નારાજ છ જેટલા સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો.જેના કારણે સામાન્ય સભામાં બજેટને નામંજૂર કરવામાં આવ્યુ હોવાની વિગતો બહાર આવી છે.ત્યારે કાકશાળા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મનસ્વી રીતે કારભાર કરે છે. મોટાભાગના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ સરપંચ દ્વારા સમગ્ર કારભાર કરવામાં આવતો હોવાથી સભ્યો નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બાબતે સુબિર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ હાથીવાલાએ જણાવ્યુ હતુ કે કાકશાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બજેટ નામંજુર કર્યાની બાબત ધ્યાનમાં આવી છે. પરંતુ ગ્રૂપ ગ્રામ પંચાયત કાકશાળાનાં સરપંચ કે સભ્યોની હજુ સુધી લેખિતમાં અરજી આવી નથી.





