TANKARA:ટંકારા ની ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે અનોખો સેવા યજ્ઞ

TANKARA:ટંકારા ની ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે અનોખો સેવા યજ્ઞ

ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની પ્રાથમિક શાળામાં શ્રમિક પરિવારના બાળકોની સંખ્યા વધારે હોય અને હાલ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે શ્રમિક પરિવારના બાળકોને પણ પહેરવા માટે સારા કપડા મળી રહે તેવા હેતુથી શ્રી ભૂતકોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ બાળ વસ્ત્રાલયની શરૂઆત કરવામાં આવી છે

સુખી સંપન્ન પરિવારના બાળકો સારી હાલતમાં હોય તેવા કપડા ટૂંકા થવાથી અથવા તો જુના થવાથી ફેંકી ડેટા હોય છે આવા કપડા શ્રમિક પરિવારના ગરીબ બાળકો માટે ભેટ બની સકે છે તેવા વિચારબીજ સાથે શિક્ષિકા ગીતાબેન દ્વારા શાળામાં બાળ વસ્ત્રાલય શરુ કરવામાં આવ્યું છે જેથી શાળામાં ભણતા બાળકો અને ગ્રામજનો અહી કપડાનું દાન આપી સકે છે જે કપડા શ્રમિક પરિવારના બાળકો દિવાળીમાં પહેરી સકે છે જેથી કપડાનું અનુદાન આપવા માટે શાળાના શિક્ષિકાનો સંપર્ક કરવા જણાવ્યું છે








