મોરબી- ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને ખેડૂતોને સમયસર વીજળી આપવા રજૂઆત

મોરબી ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને ખેડૂતોને સમયસર વીજળી આપવા રજૂઆત

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સમયસર વીજળી મળે એવા હેતુસર ખેડૂત ચિંતક ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ જીલેશ ભાઈ કાલરીયા તેમજ ઉપપ્રમુખ બીપીનભાઈ ઘોડાસરા એ તારીખ 30 1 2023 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવેલ હકીકત એવી છે કે હાલના સમયમાં ખુબ ઠંડી હોવાના કારણે ખેડુતોને રાતના સમયે પાણી વાળવા જતા ખુબ મુશ્કેલી થાય છે. અમુક સમાચારો એવા પણ મળે છે જેમા રાત્રીના સમય દરમિયાન પાણી વાળતા ખેડુતનુ મુત્યુ થયેલ હોય. માનનીય શ્રી આપ શ્રી ને જાણ થાય કે ટંકારા તાલુકાના ધારાસભ્ય દ્વારા પણ બે દિવસ પહેલા આ બાબતે રજુઆત થયેલ છે પરંતુ તે બાબત પણ અમારી દ્રષ્ટિએ ગેરસમજ ઉભી થાય તેવી છે. અમારા ખ્યાલમાં આવ્યું તે મુજબ ધારાસભ્ય એ એવી માંગણી કરેલ છે કે દિવસની પાળીમાં પુર્ણ રિતે દિવસના વિજળી મળે અને રાત્રીની પાળીમા પુર્ણ રાત્રીની વિજળી મળે જે રજુઆત અયોગ્ય છે રાત્રીએ વિજળી
મળવાનો હવે પ્રશ્નજ નથી સરકરા શ્રી એ ખેડુતોને દિવસે વિજળી આપવા બાબત બાંહેધરી આપેલિ છે. કોરોના પછી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સૌરભભાઇ પટેલ જ્યારે મોરબીમાં પધારેલા ત્યારે તેઓએ મોરબી કિસાન સંઘને ખાતરી આપેલી હતી કે આવતા ૩ વર્ષની અંદર ખેડુતોને સંપુર્ણ દિવસના વિજળી મળે તેવી વ્યવસ્થા ઉભી થય જશે તો હવે તે મુજબ હવે ૩ વર્ષનો સમય પણ થય ગયો હોય અમારી આપને ખેડુતોને સંપુર્ણ વિજળી દિવસે આપવા અનુરોધ છે છે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવતા અરજદાર ભારતીય કિસાન સંઘ ના આવેદનપત્ર પાઠવતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે









