પોરબંદર નાં રિક્ષા ચાલક પિતા ની પૂત્રી 99.77 પર્સેન્ટાઇલ સાથે ધો.10 માં સફળ

દાનસીંગ વાજા
પોરબંદર ના છાંયા વિસ્તાર માં રહેતા જીતેન્દ્ર ભાઈ શિંગરખીયાં અને દિલસાબેન શિંગ્રખીયા ની પુત્રી આયુ.રિદ્ધિ બેન જીતેન્દ્ર ભાઈ ધોરણ 10 ની પરીક્ષામાં ખુબ સારા માર્કસ સાથે ઉતરીયણ થયેલ છે.
રિદ્ધિ બેન શિંગ્રખિય ના પિતા જીતેન્દ્ર ભાઈ શિંગ્રખિયા રિક્ષા ચલાવે છે.ને માતા દિલ્સા બેન આશા વર્કર તરીકે ફરજ બજાવે છે.એમને પોતાની પુત્રી ને ખૂબ મહેનત કરી અભ્યાસ કરાવી રહ્યા છે.હાલ આપણે જોઈએ છે કે સામાન્ય પરિવાર માંથી આવતા બાળકો માં વાલીઓ પુત્ર ના અભ્યાસ ને પ્રથમ પ્રાધાન્ય આપે છે.પરંતુ રિદ્ધિ બેન શિંગ્રખીયાં એ બાબતનું ઉતમ ઉદાહરણ છે.રિદ્ધિ બેન શીંગ્રખીયા ધોરણ 10 ની પરીક્ષા માં A 1 ગ્રેડ મેળવ્યો છે.તેમજ 99.77 પર્સન્ટાઈલ સાથે સમગ્ર શાળા માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.રિધ્ધિ બેન આ સફળતા નો શ્રેય ડોક્ટર બાબા સાહેબ અને બહુજન રત્નો તેમજ પોતાના માતા પિતા અને શિક્ષકો ને આપે છે.રિધ્ધિ બેન હમેશા પ્રગતિ કરે તેવી મંગલ કામના.સમગ્ર અનુસૂચિત સમાજ નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર.









