AHAVADANGGUJARAT

આહવા ખાતે વિધાનસભાના નાયબ દંડકશ્રીની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા ડાંગ જિલ્લા પંચાયત પશુપાલન શાખા, આહવાના સહયોગથી ડાંગ સ્વરાજ આશ્રમના ટિમ્બર હોલ ખાતે, ગુજરાત વિધાનસભાનસ નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં યોજાયેલી આ શિબિરમા શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત શિબિરાર્થીઓ અને પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવવા સાથે, પશુપાલનની સહાયકારી યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.

નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.બી.એલ.માહલા દ્વારા પશુ સંવર્ધન વિશેની વિસ્તૃત જાણકારી પુરી પાડવામાં આવી હતી.

દરમિયાન ઉપસ્થિત નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ એચ.એ.ઠાકરે દ્વારા  દૂધાળા પશુની પસંદગી વિષે તેમજ ડૉ.વી.જે પટેલ દ્વારા પશુપાલન ખાતાની વિવિધ યોજનાઑ વિષે વિસ્તૃત માર્ગદર્શન સાથે ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં આહવા તાલુકાનાં જુદા જુદા ગામોમાથી ૩૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

શિબિરમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરચંદભાઈ ભોયે, પશુપાલન ખાતાના અધિકારીઓ, તથા પશુધન નિરીક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. સુનિલ કુંવર દ્વારા આભાર વિધી આટોપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button