PATANSAMI

રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ તેની સહયોગી સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લાના સમી તાલુકાના સજુપુરા ગામમાં રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ તેની સહયોગી સંસ્થા વસુંધરા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે હેતુથી એક કાર્યક્રમ કરવામાં આવેલ
કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ , ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ જયરામભાઈ દેસાઈ સાહેબ દ્વારા સમગ્ર કાર્યક્રમનો હેતુ અને વિશ્વ પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે છે તે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ વસુંધરા ફાઉન્ડેશનના પ્રતિનિધિ રઘુભાઈ દેસાઈ દ્વારા વિસ્તારમાં થતી કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ આવેલ મહેમાનોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ માંથી આવેલ સચિનભાઈ, રાજુભાઈ તેમજ હીનાબેન દ્વારા પ્રસંગોપાત ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સમી તાલુકા ના તાલુકા વિકાસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિ ના આ કાર્યક્રમને સરાહનીય કરવામાં આવેલ, તેમજ પર્યાવરણ જાગૃતિ વિષયક રથને લીલી જંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવેલ. ઉપરાંત વિસ્તરણ અધિકારી શ્રી સિંધવ સાહેબ, મિશન મંગલમ માંથી આવેલ અંજનાબેન, નરેગા માંથી આવેલ સુધીરભાઈ દેસાઈ તેમજ આરોગ્ય ખાતામાંથી આવેલ તમામ મહાનુભાવો દ્વારા અને ગામના તલાટીબેન શ્રી દ્વારા આ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવેલ, કાર્યક્રમના વક્તવ્યો પૂરા થયા બાદ એસએસજીના બહેનો અને આવેલ મહેમાનો ના હસ્તે 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ, અને છેલ્લે પર્યાવરણ વિશે જાગૃતિની પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમને પૂરો કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં સજુપુરા, જીલવાણા તેમજ માતરોટા ના અંદાજે 70 જેટલા બહેનો તેમજ 40 જેટલા ગ્રામજનો અને અન્ય થઈ કુલ 130 જે ટવા લોકો હાજર રહેલ, ભવિષ્યમાં આવનારા ચોમાસામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને વસુંધરા ફાઉન્ડેશન દ્વારા આ આખી ડ્રાઇવને સફળ બનાવી પ્લાન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button