PATANPATAN CITY / TALUKO
પાટણમાં એક ચાની લારી ધરાવતા યુવાનને IT વિભાગે 49 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી

પાટણમાં એક ચાની લારી ધરાવતા યુવાનને IT વિભાગે નોટીસ ફટકારી છે. ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર ચા વાળાને 49 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. ખેમરાજ દવે નામના શખ્સને બાકી રહેલો ટેક્સ અને પેનલ્ટીની IT વિભાગે નોટીસ ફટકારતા પરિવાર ચિંતામાં આવ્યા છે.
10 વર્ષ પહેલા ચા વાળાએ પાનકાર્ડ કઢાવવા માટે પાટણના ગજબજારમાં પેઢી ચલાવનાર અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાના મહત્ત્વના કાગળ આપ્યા હતા. આ જ ભરોસો ચા વાળાને ભારે પડ્યો છે. ભેજાબાજ શખ્સોએ આ દસ્તાવેજોનો દુરપયોગ કર્યો હતો. અલગ અલગ ખાતા ખોલાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હતો. આ મામલે ચાની લારી ચલાવનાર શખ્સે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

[wptube id="1252022"]





