PATANPATAN CITY / TALUKO

પાટણ: બેકાબુ કારે બાંકડા પર બેઠેલા 5 વૃદ્ધોને કચડ્યા, એકનું મોત

પાટણમાં શનિવારે મોડીરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ વેગે આવતી એક બેકાબુ કારે પાંચ વૃદ્ધોને કચડ્યા હતા. પાટણના હાઇવે પર આવેલા લીલીવાડી વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી બેકાબુ કારે ગોગા મહારાજના મંદિર પાસે બાંકડા પર બેઠેલા 5 વૃદ્ધોને કચડ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચારને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગત મોડી રાત્રે પાટણના હાઈવે પર આવેલ લીલીવાડી વિસ્તારના ગોગા મહારાજ મંદિરના બાંકડા પર બેઠા બેઠા કેટલાક વૃદ્ધો વાતો કરતા હતા. એટલામાં હાવે હાઇવે પર પસાર થઇ રહેલી એક કારના ચાલે કાબુ ગુમાવ્યો હતો. પુરપાટ વેગે આવીને કારે બાંકડા પર બેઠેલા વૃદ્ધોને ટક્કર મારી હતી. પાંચ વૃદ્ધો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, અન્ય એકનો પગ કાપવાની તબીબોને ફરજ પડી હતી.
અકસ્માત સર્જી કાર ચાલક અને અંદર બેસેલા અન્ય શખ્સો નાસી છૂટ્યા હતા. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વાહન ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button