
પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના કાસા ખાતે આવેલ એસપી ઠાકોર સર્વોદય વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષક રાજગોપાલ મહારાજા દ્વારા આ વખતે વિદ્યાર્થીઓના રંગીન ડ્રેસની તેમના સ્વાસ્થ્ય એટલે કે બ્લડ પ્રેશર ઉપર થતી અસર અંગે અભ્યાસ સંશોધન કરવામાં આવ્યું હતું. તેમણે શાળા સમયે પહેલા અને શાળા સમય પછી કલરફૂલ ડ્રેસ પહેરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બ્લડપ્રેશરની ચકાસણી કરી હતી.
કાંસા વિદ્યાલયના 300 તેમજ અન્ય શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 150થી વધુ શિક્ષકોના કલરફૂલ ડ્રેસ અને તેના કારણે બીપીમાં બેથી સાત પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. વિદ્યાર્થીઓના બ્લડ પ્રેશર વધારે જોવા મળ્યા હતા.
આ ઈનોવેશન તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મળતા હાલમાં ઈડર ખાતે યોજાઇ રહેલા રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં સામેલ કરાયું છે. જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, ભૂતપૂર્વ મંત્રી રમણભાઈ વોરા, જિલ્લા શિક્ષણાધિકારી મિતલબેન ગઢવી, આચાર્ય પુરાણીયા, જીસીઈઆરટી નિયામક દિનેશભાઈએ નિહાળ્યું હતું.
શિક્ષણ મંત્રી અને પૂર્વ મંત્રીએ પણ સ્ટોલ નિહાળી તેમના રંગીન ડ્રેસ અંગે શિક્ષક સાથે વાર્તાલાપ કર્યો હતો. શાળામાં સ્કૂલ ડ્રેસ આછા કલરના કે સફેદ કલરના રાખવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. બ્લડ પ્રેશર ઉપર થતી અસરથી બાળકોની એકાગ્રતા રહેતી નથી અને સતત ટેન્શનમાં જોવા મળે છે, તેની શિક્ષણ ઉપર અસર થાય છે શિક્ષકે સ્થળ ઉપર પણ મુલાકાતે શિક્ષકો બાળકોને પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું.










