BHARUCHBHARUCH CITY / TALUKO

ડી.આર.ડી.એ.શાખા દ્વારા ભરૂચ જીલ્લાના ૨૫ જેટલા ગામોમાં જન જાગૃતિ કેળવવા શેરીનાટક યોજાયા

ભરૂચ- બુધવાર-  ભરૂચ જીલ્લા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0 હેઠળ”જળ સંચય મહિના” નિમિત્તે ભરૂચ તાલુકાના તવરા,કરજણ, કરગટ, માચ, ઉપરાલી, ડભાલી, સિધોત ગામે જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામકશ્રીની દીશાસૂચન પ્રમાણે નારી તુ નારાયણી અમદાવાદ સંસ્થાના તૃપ્તિબેન શાહ કલાકારો વિજય આનંદ, શિવાંગી પ્રિયદર્શિની, હર્ષ ખંભાતી, નંદીની વ્યાસ, વિશાલ પ્રજાપતિના સહયોગથી સ્વરછ ભારત મિશન ગ્રામિણ યોજના ફેઝ – ૨ અંતર્ગત જન જાગૃતિ કેળવવા પ્રચાર – પ્રસારના હેતુથી ગોબરધન યોજના અંગે  ODF PLUS ના ઘટકો અંતર્ગત સ્વચ્છતા લક્ષી શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ ,પાણીની જાળવણી, પ્લાસ્ટિક થી થતા નુકશાન, સીંગલ યુસ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબંધ, ભીના અને સુકા કચરા માટે બે કચરા ટોપલી રાખવી, શૌચાલય નો ઉપયોગ, ગોબરધન યોજના, પર્યાવરણની જાળવણી, જેવા સ્વચ્છતા અંગેના અનેક મુદાઓને  સાંરળીને નાટકના માધ્યમથી મનોરંજન અને માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાતં પ્લે કાર્ડ બતાવી તેના વિશે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમ્યાન સરપંચશ્રી,ઉપસરપંચ ગ્રામજનો તથા SBMG તેમજ તાલુકાકક્ષા સી.સી સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button