NATIONAL

CBIને આપવામાં આવેલો સામાન્ય અધિકાર તામિલનાડુ સરકારે પાછો ખેંચ્યો, તપાસ કરવા હવે પરવાનગી લેવી પડશે

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ને આપવામાં આવેલો સામાન્ય અધિકાર તામિલનાડુ સરકારે પાછો ખેંચ્યો છે. હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવા માટે સેન્ટ્રલ એજન્સી એટલે કે CBIએ પ્રથમ તામિલનાડુ સરકારની પરવાનગી લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈનો સામાન્ય અધિકાર પાછો ખેંચનારું તમિલનાડુ સાતમું રાજ્ય છે. અગાઉ પશ્ચિમબંગાળ, રાજસ્થાન, કેરળ, મિઝોરમ, પંજાબ અને તેલંગણાએ સીબીઆઈને આપવામાં આવેલો સામાન્ય અધિકાર પરત ખેંચ્યો હતો. વિપક્ષો દ્વારા છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સીબીઆઈનો દૂરઉપયોગ કરી રહ્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે.

બાલાજી તમિલનાડુમાં મુખ્યમંત્રી એમકે સ્ટલિનની સરકારમાં કેન્દ્રીય એજન્સીની આ પ્રકારની કાર્યવાહીનો સામનો કરનાર પ્રથમ મંત્રી છે. મુખ્યમંત્રી સ્ટલિને આ મામલા પર કહ્યું કે જ્યારે બાલાજીએ તપાસમાં સંપૂર્ણ સહયોગ માટેનું આશ્વાસન આપ્યું છે તો લાંબી પૂછપરછની શું જરૂર છે. તેમણે કહ્યું કે શું ઈડીની આ પ્રકારની અમાનવીય કાર્યવાહી યોગ્ય છે. બાલાજી 2014-15માં ગુનાના સમયે અન્નાદ્રમુકમાં હતા અને તે સમયે ટ્રાન્સપોર્ટ મંત્રી હતા.

[wptube id="1252022"]
Back to top button