NAVSARI

નવસારી: મોબાઈલ ટાવરના વાયર ચોરીમા કંપનીમાં નોકરી કરતા બે આરોપીઓ ઝડપાયા જ્યારે એક વોન્ટેડ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી પોલીસે બાતમીના આધારે ખાનગી કંપનીના મોબાઇલ ટાવરોના વાયરો ચોરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે જ્યારે ચોરી ગુનોમાં સામે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. નવસારી પોલીસે સ્વીફ્ટ ડિઝાયર કાર તાંબુ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૪.૩૪.૯૯૧ નો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને સળિયા પાછળ ધકેલી દઈ વધુની તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ નવસારી પોલીસના ચોપડે ત્રણ જેટલી વાયર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ એલર્ડ બની હતી. નવસારી એલસીબી પોલીસે બાતમીદારોના નેટવર્ક તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે આ વાયર ચોરીના આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ચીખલી ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજેશ લાડ અને કલ્પેશ પટેલને ઝડપી પાડ્યા હતા. જે કારમાં તેઓ સવાર હતા. તે જ કારમાં ચોરીના તાંબાના વાયર પણ હતા.નવસારી પોલીસ ચોરીના માલ સાથે બંને ઇસમોને રંગેહાથ ઝડપી પાડી સઘન પૂછતાછ કરતા તેઓ જીઓ કંપનીમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરતો રાજેશ લાડ અને  કલ્પેશ પટેલ ટેકનિશિયનનું કામ કરે છે. જેઓ મેઇન્ટેનન્સના કામ કરવા માટે ગણદેવી ચીખલી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જીઓ ટાવર ઉપર ચઢીને કિંમતી કોપર વાયરની ચોરી કરીને ચીખલીમાં જ વેચતા હતા. વાંઝણા સાદડવેલ, ફડવેલ, રાનકુવા, ટાંકલ, ખારેલ ખડસૂપા, દેગામ, બામણવેલ, ખૂંધ અને સમરોલી વિસ્તારમાંથી કરેલી ચોરી કબુલી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ૧ લાખ ૨૪ હજારના તાંબાના વાયર ત્રણ લાખની કાર અને ૧૦ હજાર ના મોબાઈલ મળી કુલ ૪.૩૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ આ ચોરીમાં સામેલ એવા ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે.  નવસારી, ગણદેવી સહિત ચીખલી મળી ત્રણ પોલીસ સ્ટેશનના ગુના ઉકેલવામાં સફળતા મળી છે.

[wptube id="1252022"]
Back to top button