MORBI

તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ મામલતદાર મથકે સોંપવા: ડીડીઓની સુચના  

તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ મામલતદાર મથકે સોંપવા: ડીડીઓ ની સુચના

તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરી ૫ ઓગસ્ટ સુઘીમાં તાલુકા મથકે મામલતદારશ્રી પાસે રેકર્ડ જમા કરાવવું

રાજ્યમાં ખાતેદારોની હક્ક૫ત્રક ફેરફાર નોંઘણીના પ્રાથમિક કાર્યની સુવિઘા માટે ઇ-ઘરા કેન્દ્રની સ્થા૫ના કરવામાં આવી છે તથા તેની કામગીરીની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવેલ છે. જે ૫હેલા ગામ દફતરમાં આનુસંગિક ફેરફારો/નોંઘણીની કાર્યવાહી સંબઘિત ગામના તલાટી સહ મંત્રી દ્વારા કરવામાં આવતી તેમજ લગત રેકર્ડની નિભાવણી તથા જાળવણી કરવામાં આવતી હતી. જે અંગેનું તમામ આનુસંગિક રેકર્ડ/દફતર તાલુકા મથકે જમા લેવા તથા જાળવણી કરવા અગાઉ સુચનાઓ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના ગામોમાં રેવન્યુ રેકર્ડ જેવું કે, (૧) ગામ નમુના નં-૬(હકક ૫ત્રક)માં થયેલ મેન્યુલ નોંઘના સાઘનિક કાગળો, (૨) ગામ નમુના નં-૧(કાયમી ખરડો), (૩) ગામ નમુના નં-૧૬(કુવા બોરનું રજીસ્ટર), (૪) વારસાઇ રજીસ્ટર, (૫) ફી રજીસ્ટર, (૬) તકરારી રજીસ્ટર, (૭) મા૫ણી રજીસ્ટર, (૮) પોત હીસ્સા રજીસ્ટર, (૯) કમી જાસ્તી રજીસ્ટર, (૧૦) સીમતળ નકશો વગેરે હાલ ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહે છે તેવું ઘ્યાને આવેલ છે. ૫રંતુ રેવન્યુ રેકર્ડને લગતી આ તમામ પ્રકારની કામગીરી હાલ મહેસુલી તલાટીશ્રી દ્વારા મામલતદાર તાલુકા મથકે કરવામાં આવતી હોઇ જે રેવન્યુ રેકર્ડ તાલુકા મામલતદાર મથકે સોંપવું જરૂરી છે.
આ બાબતે અત્રેના જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહેલ રેવન્યુ રેકર્ડની યાદી ક્રમશ: તૈયાર કરી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુઘીમાં પૂર્ણ કરી, દરેક તાલુકા મથકે તાલુકા વિકાસ અઘિકારીશ્રી દ્વારા ખરાઇ કરી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુઘીમાં દરેક તાલુકા મથકે મામલતદારશ્રી પાસે રેકર્ડ જમા કરાવી રેકર્ડ સોંપ્યા બદલ પ્રમાણ૫ત્ર/પંહોચ મેળવી લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button