MORBIMORBI CITY / TALUKO

Morbi -નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હોંશભેર ઉજવણી

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હોંશભેર ઉજવણી

આજરોજ ૨૬મી જાન્યુઆરીના દિવસે દેશના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબીમાં સર્વાધિક કેમ્પસ ધરાવતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

સરકારશ્રીના નિવેદન અનુસાર જેતે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને ઉચ્ચ કારકિર્દીને વરેલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ દિકરીના હાથે ધ્વજવંદન કરાવવું એ વિચારને અમલમાં મુકતા નવયુગ માંથી અભ્યાસ કરેલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ ડૉ. જીજ્ઞાશા પારેજીયા અને ડૉ. તૃપ્તિ સાવરીયાના હાથે નવયુગ શૈક્ષણિક સંકુલ અને નવયુગ વિદ્યાલયમાં ધ્વજવંદન કરાવ્યું હતું. આ સાથે ડૉ. મેહુલ પનારાની પણ અતિથિ વિશેષ તરીકે હાજરી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને મેનેજીંગ ટ્રસ્ટી બી. એસ. સરસાવાડીયાની ઉપસ્થિતિમાં યોજાયો.

ધ્વજવંદનના કાર્યક્રમમાં NCC ની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટએ પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. આ સાથે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશભકિતથી ભરપુર પોતાના વિચારો રજુ કર્યા હતા.

ધ્વજવંદન બાદ સ્ટુડન્ટ્સને મેદાનમાં વિભાગ વાઈઝ વિવિધ રમતો રમાડી હતી અને ઈનામ વિતરણ કરાયું હતું અને ઓડીટોરીયમમાં ડોક્યુમેન્ટરી ફીલ્મ પણ બતાવી હતી.

આ પ્રોગ્રામને સફળ બનાવવા વિવિધ વિભાગના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકો, અદ્યાપકો, વ્યાયામ શિક્ષકો, NCC ના ANO એ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button