
૧૧-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- માતાનામઢે દર્શને જતાં પદયાત્રી, વાહન ચાલકો માટે ભુજ તાલુકાનાં મિરઝાપર હુંન્ડાઈ ના શો રૂમ પાસે કચ્છ સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી જાગૃત અને સેવાભાવી શ્રી વિનોદભાઇ ચાવડા નો પ્રેરણા અને માર્ગદર્શન સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને માં ભારતી ચેરી ટેબલ ટ્રસ્ટ નાં સંયુક્તપણે શ્રી નારી શક્તિ વંદન પદયાત્રા સેવા કેમ્પ આજે સાંજે ૬ વાગ્યે ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલજી વર્ચ્યુયલ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવેલ. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કચ્છ નાં કુળદેવી માં આશાપુરા માતાનામઢ મંદિરે નવરાત્રિ દરમ્યાન અસંખ્ય શ્રધ્ધાળૂઓ શીશ ઝુકાવવા માટે પદયાત્રા એ જાય છે. તેમજ વાહનો થી પણ દૂર દૂર મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશભરથી લોકો આવે છે ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાળુંઓ ને પ્રેરક બળ પૂરું પાડવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આપણાં પ્રેરણાસ્ત્રોત યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરમ આસ્થાથી વર્ષો થી નવરાત્રિ દરમ્યાન માત્ર પાણી કે પ્રવાહી વડે નકોરડા ઉપવાસ કરે છે. તેમની ભક્તિ વંદના ને ઉજાગર કરવા સમાજ નવ નિર્માણ ભુજ અને માં ભારતી ચેરી ટેબલ ટ્રસ્ટે ભુજ – લખપત હાઇવે પર મિરઝાપર પાસે શ્રી નારી શક્તિ વંદન પદયાત્રી સેવા કેમ્પ નું આયોજન કરેલ છે જે ચાર થી પાંચ દિવસ ચાલુ રાખવામા આવશે. કેમ્પ નો શુભારંભ માઈ ભક્તો – પદયાત્રીઓની અને શુભેચ્છ્કો – ભાજપા સંગઠનનાં પદાધિકારીઓ, ધારાસભ્યો, મહાનુભાવો ની ઉપસ્થિતિ માં શ્રી સી.આર.પાટીલજી દ્વારા થયો હતો. સેવા કેમ્પની વિશિષ્ટ્તા દર્શાવતા સાંસદશ્રી એ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની કચ્છ પ્રત્યેની સંવેદના – કચ્છ નાં પ્રવાસોની ઝલક દર્શાવતી પ્રદર્શની રામ મંદિર અને ચન્દ્રયાન સફર, આશાપુરા માતાજી મંદિર સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્શ ધાન સાથે એનર્જી સોફ્ટ ડ્રિંક અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે સાથે યાત્રિકો માટે તેમના બેગ ઉપર અકસ્માત ને રોકવા રેડિયમ પટી અને પદયાત્રીઓ માટે મોબાઈલ ચાર્જર ની સુવિધાઓ તેમાં ઉપલબ્ધ છે. તેમશ્રી ચાવડાએ જણાવ્યું હતું. વર્ચ્યુયલ શુભારંભ કરતાં માતાનામઢ જતાં યાત્રાળુઓને વંદનાત્મક શુભકામના પાઠવતાં શ્રી સી.આર.પાટીલે તેમની યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થાય તેવી માતાજીને અભ્યર્થના કરી હતી. આ કેમ્પ શુભારંભ સમયે જિલ્લા ભા.જ.પા અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભા.જ.પા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, વિવિધ મંડલના હોદ્દેદારશ્રીઓ, સામાજિક આગેવાનશ્રીઓ એવમ્ કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.