
હળવદ સરા રોડ પર અદાણીની ખોદેલી લાઈનમાં છોટાહાથી ફસાયું

હળવદ શહેર વિસ્તારમાં અદાણી દ્વારા સમગ્ર હળવદમાં ઘેર ઘેર સુધી ગેસ લાઈન નાખવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે ત્યારે અદાણી દ્વારા ગેસ લાઇન નાખ્યા બાદ માત્ર ખાડા ઉપર માટી નાખવામાં આવે છે તોડેલા રોડનું કોઈ પણ જાતનો સમારકામ કરવામાં આવતું નથી ત્યારે આજે સરાર રોડ વિસ્તારમાં મેલડીમાંના મંદિર સામે આવેલ વણાક ઉપર ખોદેલી લાઈનમાં છોટાહાથી ફસાઈ ગયું હતું કામ કરે અદાણીને અને હેરાન થાય વેપારી જેવો ઘાટ અહીંયા જોવા મળ્યો હતો વેપારીઓ પોતે પોતાની દુકાન નજીક ખોદેલા ખાડા પર રેતી પોતાના ખર્ચે નખાવા મજબૂર બન્યા હતા જોકે અદાણી દ્વારા હળવદ શહેર વિસ્તારના રોડ તોડી લાઈન નાખવામાં આવી રહી છે પરંતુ તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરવામાં આવતું નથી આવી કોઈ મોટી ઘટના ઘટે તો જવાબદાર કોણ એ પણ એક પ્રશ્ન


[wptube id="1252022"]








