MORBI:મોરબીમાં ઝૂંપટપટીમાં વકીલોના આટા ફેરા!!! ગરીબ બાળકો માટે આશીર્વાદ સમા સેવાનું કાર્ય શરૂ

MORBI:મોરબીમાં ઝૂંપટપટીમાં વકીલોના આટા ફેરા!!! ગરીબ બાળકો માટે આશીર્વાદ સમા સેવાનું કાર્ય શરૂ
આરીફ દિવાન મોરબી: આજના આધુનિક યુગમાં પણ માનવ સેવા નો દીપ પ્રગટી રહ્યો છે તેના ભાગરૂપે મોરબીમાં વકીલો દ્વારા શિક્ષક શબ્દોના જ્ઞાન સાથે પરિવારિક સંસ્કારિક પ્રજા ચિંતક રાષ્ટ્રચિંતક જ્ઞાન પૂરું પાડે છે જેના ભાગરૂપે ભણે એ જ ભણે ગણે એ તને એક કહેવતને સાર્થક કરવા માટે મોરબીના વકીલો દ્વારા અનોખી પહેલ શરૂ કરી છે
જેમાં મોરબી જિલ્લાના સરકારી વકીલ ની રાહબરી હેઠળ વકીલ ટીમ દ્વારા ઝુપટ પટ્ટી ઓ ની મુલાકાત કરી મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ મધ્યમ વર્ગના બાળકો પણ ભિક્ષાવૃત્તિ કરી કે ભણવાના સમયે ચાર ની રેકડીઓમાં કામ કરે નહીં તેવા ઉચ્ચ વિચારો સાથે છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અનોખી પહેલ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે 50 જેટલા વકીલો ની ટીમ મોરબી શહેરના જુદા જુદા ઝુપડપટ્ટી વિસ્તારમાં આટા ફેરા કરી ગરીબ મધ્યમ વર્ગના બાળકો શિક્ષણના શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી વંચિત ના રહે તેવા ઉદ્દેશથી આવા જરૂરત બાળકોને શિક્ષણ અપાવવા માટેની પહેલ શરૂ કરી છે તેમાં સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે મળતી યોજનાઓના પરિવારોને સહાયતા રૂપે વિનામૂલ્ય મદદ કરી રહ્યા છે જેથી ગરીબ મધ્યમ વર્ગના બાળકો પણ શિક્ષણનો લાભ લઈ શકે તેવા પ્રયાસો કરતા ઝૂંપટ પટ્ટી વિસ્તારમાં વકીલોના આટા ફેરા કરી બાળકોને સરકારી તેમજ ખાનગી શાળાઓમાં એડમિશન અપાવી અને જરૂરત મનને મહત્વના ડોક્યુમેન્ટ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ રેશનકાર્ડ જેવી સગવડો પ્રાપ્ત થાય તેવા પ્રયાસો ના ભાગરૂપે જુદી જુદી એનજીઓ સંસ્થાઓ સરકારી કચેરીઓ ના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અનોખી પહેલ શરૂ કરી દીધી છે જેથી નાની ઉંમરમાં ભિક્ષાવૃત્તિ રોડ રસ્તા પર કે લારી હોટલોમાં કામ કરતા નાના બાળકો જોવા ના મળે અને પોતાનું અને પોતાના ભવિષ્યનું જાતે જ્ઞાન શિક્ષણના શબ્દોની સાથે પોતાનું અને પરિવારનું આવનાર સમય ઉજવળ કરી શકે તેવા ઉદ્દેશ સાથે કાયદા નિષ્ણાંત વકીલોએ મોરબી શહેરમાં અનોખી પહેલ શરૂ કરતાં આવનાર ઝુપટ પટ્ટીમાં પણ કોઈ વકીલ શિક્ષક પોલીસ ડોક્ટર બને તેવા પોઝિટિવ વિચાર સાથે સેવાનું કાર્ય ઝડપી લીધું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે








