NAVSARIVANSADA

વાંસદા ભાજપનો 27મીએ સ્નેહમિલન સમારંભ

વાત્સલ્યમ્  સમચાર

પ્રિતેશ પટેલ,વાંસદા

177-વાંસદા વિધાનસભા ભાજપનો સ્નેહમિલન સમારંભ વાંસદા ગાંધીમેદાનમાં 27મી નવેમ્બરના રોજ સવારે 10:30 કલાકે યોજાશે. નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં ઊર્જા પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા ડો. કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા પ્રભારી જનકભાઈ

બગદાણા મહેમાનપદે હાજરી આપશે. સમારંભમાં પ્રદેશ મહાનુભાવો જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તથા જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, વાંસદા-ચીખલી, ખેરગામના ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ અને પ્રભારીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો-કાર્યકરો અને સરપંચો હાજર રહેશે.

[wptube id="1252022"]
Back to top button