
મોરબી:રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું
વ્યાજના ધંધા કરનારાઓને કાં તો ધંધા બંધ કરો અથવા તો ગામ છોડી દો તેઓ પોલીસ તમને છોડશે નહીં: રેન્જના આઈજી અશોક કુમાર યાદવ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે દરમ્યાન આજે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ

જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તે ઉપરાંત વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પોતાની મિલકતો ગુમાવનારા લોકોએ રડતી આંખોએ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને વ્યાજખોરના ચંગુલમાંથી છોડવા માટે કહ્યું હતું..

જેથી મોરબીના એસ.પી રાહુલ ત્રિપાઠી તથા રેન્જના આઈજી અશોક યાદવે વ્યાજ ના ધંધા કરનારાઓને સાનમાં સમજી જવાનું માટે ઈશારો આપતા કહ્યું હતું કે કાં તો વ્યાજના ધંધા બંધ કરો અને નહીં તો ગામ છોડી દો કેમ કે ફરીયાદ આવશે એટલે પોલીસ તમને છોડશે નહીં આ તકે કાંતિભાઈ અમૃતિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજકારણી, ગુંડા અને અધિકારી સાથે બેસી જાય તો ગામની ડિઝાઈન બદલી જાય છે તે આપણે છેલ્લા વર્ષોમાં જોયું છે જો કે હવે તે બધું જ સુધારવાનું છે અને અધિકારીઓ સારી રીતે કામ કરશે અને લોકોને વ્યાજખોરોના ત્રાસ માંથી છોડાવશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી








