JETPURRAJKOT

વાવાઝોડા – અતિ ભારે વરસાદમાં ૧૦૮ની એમ્બ્યુલન્સમાં જ મહિલાની સલામત સુવાવડ કરાવાઇ

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્રમા દાખલ સાત મહિનાનું નવજાત બાળક માતા સાથે સલામત

વાવાઝોડા અને અતિ ભારે વરસાદ જેવી કુદરતી આપદામાં એક મહિલાની કોમ્પ્લીકેટેડ નાોર્મલ ડીલીવરી ૧૦૮ની ટીમ દ્વારા કરાવીને મહિલા અને બાળકને બચાવી લેવાયા છે. સુવાવડ બાદ સાત મહિનાનું પ્રિમેચ્યોર નવજાત બાળક માતા સાથે સલામત છે.

રાજકોટના બેડી ચોકડી લોકેશન પાસેથી માળીયા રોડ પરના માણાબા ગામથી અરવિંદભાઈનો ફોન ગઇ રાત્રે ૧૦.૪૫ વાગ્યે ૧૦૮ ને આવ્યો, જેમાં હાઈવે પરની કંપનીમા મજૂરીકામ કરતા સોબતભાઇના પત્ની પીંકીબેનને સુવાવડનો દુઃખાવો ઉપડવાનું જણાવાયું હતું. આથી પાઇલોટ સુરેશભાઈ પરમાર અને ઇ.એમ.ટી. ડો. બળદેવભાઈ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચતા હોસ્પિટલ‌ જતા રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ લીલાબેનને વધારે દુઃખાવો ઉપડયો. આથી એમ્બ્યુલન્સમાં જ સુવાવડ કરવાની જરૂર પડતા એમ્બ્યુલસમાં જ સુવાવડ કરાવી અને સાત મહિનાનું જ હોવાથી બાળકના ગળા ફરતે નાળ વીંટળાયેલ હોવાની પરિસ્થિતિમાં સમય સૂચકતા દાખવી પ્રસૂતાને નોર્મલ ડિલિવરી કરાવી હતી.

નવજાત દીકરીનું વજન અને ઓક્સીજન લેવલ અને માતાનું બી.પી. ઓછું હોવાથી ERCP ડૉ.હિરેનની સલાહ મુજબ પીંકીબેનને ઇન્જેકશન અને બાટલો ચડાવી અને બાળકીને ઓક્સીજન જેવી જરુરી સારવાર આપીને જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્રમા દાખલ કરાયા છે. હાલમાં માતા અને બાળક બંનેની તબિયત સારી છે.

આમ, વાવાઝોડાની દુવિધાજનક પરિસ્થિતિમાં પણ સગર્ભાઓની સારવાર કરીને ૧૦૮ની ટીમે માનવતાનું ઉત્ત્મ ઉદાહણ સ્થાપિત કર્યું છે.

[wptube id="1252022"]
Back to top button