કાલોલ પોલીસે નાવરીયા ગામના રાઠવા ફળીયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

તારીખ ૧૩/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્ત-નાબુદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી માર્ગદર્શન અને સુચના આપલે જે આધારે કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. સી.બી.બરંડા ને ચોકકસ બાતમી હકીકત મળેલ કે,નાવરીયા ગામે રાઠવા ફળીયામાં રહેતી સંગીતાબેન તે ઉદાભાઈ વજેસિંહ રાઠવા તેના પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદરી જગ્યાએ રઈેડ કરી ગોવા સ્પીરીટ્સ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની પ્લાસ્ટિકની બોટલો નંગ-૩૬ ની કુલ કિ.રૂ.૧૬,૦૨૦/ માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોન્ગ ટીન બી
૫૦૦ મી.લી.ની ટીન બીયર નંગ-૯૬ની કુલ કિ.રૂ.૧૧,૫૨૦/-કુલ પ્લાસ્ટિક બોટલો / બીયર નંગ-૧૩૨ કુલ કિ.રૂ.૨૭,૫૪૦/-નો પ્રોહી.મુદ્દામાલ મુદ્દામાલ પકડી પાડી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એકટ કલમો મુજબ ગુન્હો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.





