NATIONAL

દેશના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના, 24 કલાકમાં 640 નવા કેસ; લગભગ ત્રણ હજાર એક્ટિવ કેસ છે

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર સ્ટ્રેન JN.1ની શોધ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેરળમાં 20 ડિસેમ્બરે COVID-19 ના 300 નવા સક્રિય કેસ અને ત્રણ મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, દેશમાં કોવિડ -19 ના સક્રિય કેસોની કુલ સંખ્યા 2,997 છે.

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડના 328 નવા કેસ નોંધાયા છે અને એક વ્યક્તિની મોત થઈ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 2997 થઈ ગઈ છે. નવા વેરિયન્ટના કુલ કેસ 21 છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં આ નવો વેરિયન્ટ JN.1 જોવા મળ્યો છે અને તેમાં હવે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ભારત INSACOGએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપેલી એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ગયા મહિને જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પહેલા ચાર JN.1 સંક્રમણના કેસો સામે આવ્યા હતા પરંતુ આ મહિને 17 દર્દીઓમાં આ નવો વેરિયન્ટ JN.1 જોવા મળ્યો છે. કુલ આઠ સેમ્પલના જીનોમ સિક્વન્સિંગમાં તમામમાં આ નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો, જ્યારે આ પ્રથમ અઠવાડિયામાં જ 20થી 50 ટકા સેમ્પલમાં જોવા મળ્યો છે.

INSACOGએ સિવાય રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)એ પણ સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે JN.1નું સંક્રમણ દેશના 11 રાજ્યો સુધી પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગઈકાલે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમણથી કુલ 6 લોકોના મોત થયા હતા. જેમાં કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનો સમાવેશ થાય છે, આ ઉપરાંત 358 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. જેના પગલે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2305થી વધીને 2669 પહોંચી ગઈ હતી. નિષ્ણાંતોએ આ મામલે ખુલાસો કર્યો હતો કે શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેના કારણે લોકો સંક્રમણની ચપેટમાં ઝડપથી આવી જાય છીએ. આ વાત કોરોના અને શ્વસન સંક્રમણ બંનેમાં લાગુ પડે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ ક્હું હતું કે કોરોનાથી આપણે ગભરાવાની જરુર નથી ફક્ત સાવચેત રહેવાની જરુર છે.

[wptube id="1252022"]
Back to top button