MORBI:મોરબીમાં સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી સમાજ દ્વારા ધોરણ ૯ કે તેનાથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો

MORBI:મોરબીમાં સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી સમાજ દ્વારા ધોરણ ૯ કે તેનાથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો

મોરબી ખાતે સુન્ની મુસ્લિમ હલાઇ ઘાંચી સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ શિક્ષણથી નાસીપાસ ના થાય તેવા ઉચ્ચ વિચારો સાથે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે સમાજનો વિદ્યાર્થી આજના આધુનિક યુગમાં શિક્ષણના શબ્દનું જ્ઞાન સાથે પરિવારિક સામાજિક અને વૈજ્ઞાનિક ટેકનોલોજી સહિત ના વિષયો પર વધુ અભ્યાસ અંતર્ગત સુન્ની મુસ્લિમ હાલાઈ ઘાંચી સમાજના ચિંતકો દ્વારા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણિક માર્ગદર્શન શિબિર કેમ્પ સાથે સમાજના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓ પોતાનું અને પોતાના પરિવારનું સમાજનું ગૌરવ સાથે દેશનું ગૌરવ બને તેવા પ્રયાસો ના ભાગરૂપે પરિસ્થિતિને ધ્યાને રાખી મોરબી સુન્ની મુસ્લિમ હલાઈ ઘાંચી સમાજ દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા સૌ પ્રથમ શિક્ષણ તથા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર નું આયોજન ગત તારીખ ૧૮-૦૨-૨૦૨૪ ને રવિવારના રોજ ઘાંચી જમાતખાના ખાતે યોજાયું હતું જેમાં સમાજ ચિંતકો આસિફ રહીમભાઈ ગાલબ પ્રમુખ ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજ ચિંતકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ધોરણ ૯ થી કોલેજ સુધીના ૯૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દીકરી દીકરો એક સમાન તે કહેવતને સાતક કરતી સમાજ ચિંતકોની આ કામગીરી અંતર્ગત છોકરાઓ કરતાં છોકરીઓ ની સંખ્યા શિક્ષણ ક્ષેત્રે વધુ જોવા મળી હતી જેમાં ધોરણ ૯ થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતી ૫૫ દીકરીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુન્ની મુસ્લિમ હાલાઈ ઘાંચી સમાજ ના પ્રમુખ આસિફ ભાઈ રહીમ ભાઈ ગાલબ ની અધ્યક્ષતામાં આયોજક શિક્ષણ સમિતિના આબિદ હુસેન બોઘાણી, આરીફ ભાઈ સોલંકી, રિયાઝભાઈ લોલાડીયા, રજીયાબેન સોલંકી, તેમજ અલ્તાફભાઈ મકવાણા, અખ્તરહુશેન માડકીયા, અ.સતારભાઇ પરમાર, મોસિનભાઇ વડાવરીયા, ઈમરાનભાઈ પાયક, સલીમભાઈ ગાલબ, ફ્યાજભાઈ મકવાણા, તૌફીકભાઈ મકવાણા, હાજીહનીફભાઈ પાયક, જાહિદભાઈ વડગામા,રાહિલભાઈ પરમાર, મોજમભાઈ પરમાર, હાજીઅસલમ મોદન, રજાકભાઈ વડાવરીયા તેમજ સ્વેચછીક સહયોગમાં આવેલ ઘાંચી સમાજના યુવાન મિત્રો સહિતના એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે કરેલ જેમાં સમસ્ત સુન્ની મુસ્લિમ હાલાઈ ઘાંચી સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સર્વે વડીલો મહેમાનો દ્વારા વિવિધ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આવનાર સમયની માં પોતાની કારકિર્દી અંગે સમાજના શિક્ષક શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઘાંચી પરા ફરુકી મસ્જિદ પૈશ ઈમામ આરીફ બાપુ સૈયદ બુખારી એ સર્વે વિદ્યાર્થીઓને દુઆ સાથે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું હાલની પરિસ્થિતિમાં શિક્ષણ મહત્વ નું રહ્યું છે તેમાં દીકરી દીકરાઓને આત્મા નિર્ભર બની શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટેનું આ માર્ગદર્શન શિબિર કેમ્પમાં ભાઈચારો સાથે કુળ રિવાજો નાબૂદ થાય ફીજુલ ખર્ચા થી સમાજના લોકો મુક્ત બને અને સામાજિક ક્ષેત્રે ફરીવારિક ક્ષેત્રે સમાજની એકતા સમાજનો પરિવારનો હિસ્સો બની તેવી દુઆઓ સાથે શિક્ષણ શિબિર માર્ગદર્શન અંતર્ગત સર્વે આયોજકોને દૂવાઔ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવીયા હતા








