
હળવદ તાલુકાના નવા અમરાપર ગામે વીજ ધાંધીયા થી ખેડૂતો આકરા પાણીએ
હળવદ તાલુકામાં છેલ્લાં કેટલાંક મહિનાથી વીજળી વિભાગનાં ધાધીયાના પગલે ખેડૂતો અકળાયા છે અને સતત વીજળીના કાપના કારણે ખેડુતોએ વાવેતર કરેલા કપાસિયા નો પાક મુરજાવાની આરે છે ત્યારે આજે અમરાપર ગામના 100 જેટલા ખેડુતોએ કચેરીમાં હલ્લાબોલ કરી હૈયા વરાળ ઠાલવી હતી તો સાથે છેલ્લા એક મહિનાથી વીજળી વિભાગ દ્વારા ઓરમાયુ વર્તન કરી વીજળી નહીં આપતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે દરરોજના 8 કલાક એટલે મહિને 240 કલાક થાય પરંતુ અમારા ગામમાં મહિને માત્ર 40 કલાક વીજળી આપવામાં આવી છે જેને લીધે ખેડૂતોને ઘરેથી પિવાનુ તેમજ પશુઓને પાવા માટે પાણી લયને જવું પડે છે અને છેલ્લા કેટલાક સમયથી નવા અમરાપર ગામના ખેડૂતોને વીજળીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે ત્યારે આજે 100થી વધુ ખેડુતોએ ઉગ્ર રજૂઆત કરી વીજળીની માંગણી કરી હતી.