GONDALRAJKOT

ગોંડલના જામવાડી આંગણવાડી કેન્દ્રમા ‘‘પોષણ પખવાડિયા’’ની ઉજવણી કરાઇ

તા.૨૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઘઉં અને ચોખા સિવાયના ધાન્ય પાકોના ફાયદા અને ઉપયોગ અંગે અપાયેલી માહિતી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જામવાડી ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર-૧ માં ‘‘પોષણ પખવાડિયા’’ની ઉજવણી અંતર્ગત કિશોરી મીટીંગ યોજાઈ હતી.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીના માર્ગદર્શન તથા સી.ડી.પી.ઓ.શ્રી કોમલબેન ઠાકરના સંકલનમાં જામવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઇ હતી. જેમાં સુપરવાઈઝર શ્રી બંસરીબેન સાવલિયાએ કિશોરીઓને ઘઉં અને ચોખા સિવાયના મિલેટ્સ વિશે જાણકારી આપી હતી તથા તેના ઉપયોગ અને ફાયદા વિશે ટૂંકી ફિલ્મ તથા પી.પી.ટી.ના માધ્યમ દ્વારા સરળ સમજૂતી આપી હતી. આ તકે ઘઉં અને ચોખા સિવાયના ધાન્ય પાકોના ફાયદા, ઉપયોગ વગેરે વિષે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.

આ કાર્યક્રમમાં જામવાડીની કિશોરીઓ, આરોગ્ય, શિક્ષણ તથા અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button