MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKOUncategorized

MALIYA (Miyana)સરવડ ગામે વૃદ્ધ દંપતીને માર મારી લૂંટના બનાવમાં માળીયા(મી) પોલીસે અજાણ્યા ચાર ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા 

સરવડ ગામે વૃદ્ધ દંપતીને માર મારી લૂંટના બનાવમાં માળીયા(મી) પોલીસે અજાણ્યા ચાર ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

માળીયા(મી)ના સરવડ ગામના સરદારનગરમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાં ચાર બુકાનીધારી ચોર ઘુસી વૃદ્ધ દંપતીને લાકડાના ધોકા વડે બેફામ માર મારી સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર માર મારી લૂંટ કર્યા મામલે વૃદ્ધ દંપતી મહિલાની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે અજાણ્યા ચાર ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત ટૂંક વિગતો અનુસાર માળીયા(મી)ના સરવડ ગામમાં આવેલ સરદારનગરમાં ગત રાત્રીના આશરે ૩.૩૦ વાગ્યાના અરસામાં વૃદ્ધ દંપતી મહિલા જશુબેન ઘરના ફળીયામાં લઘુશંકા કરી પરત ઘરમાં જતા હતા ત્યારે ઘરના દરવાજાને જોરથી ધક્કો મારી ચાર જેટલા બુકાનીધારી શખ્સો હાથમાં ધોકા લઇ ઘરમાં પ્રવેશ કરી જશુબેનને અને તેના પતિ મગનભાઈ જાદવજીભાઈ સુરાણીને લાકડાના ધોકા વડે બેફામ માર મારી ઘરમાં રહેલ રોકડ ૩,૭૦૦/- રૂપિયા તેમજ ચાંદીના ચાર જોડી સાંકળા તથા જશુબેને કાનમાં પહેરેલ સોનાની બુટી તેમજ એક એન્ડ્રોઇડ મોબાઇલ લઈને ચાર બુકાનીધારી ચોર ઈસમો વૃદ્ધ દંપતીને ઘરના આગળ પાછળના દરવાજામાં આગળીયા વાસી દઈ પૂરીને નાસી ગયા હતા. ત્યારે મગનભાઈએ ઘરની બારી ખોલી દેકારો કરતા થોડે દૂર આવેલ પાડોશીઓ આવી બંને વૃદ્ધ દંપતીને ઘરની બહાર કાઢ્યા હતા.

સમગ્ર લૂંટના બનાવ બાદ બંને ઈજાગ્રસ્ત વૃદ્ધ દંપતીને માળીયા(મી) સરકારી દવાખાને પ્રાથમિક સારવારમાં મગનભાઈને શરીરે મુંઢ ઈજાઓ અને માથાના ભાગે ત્રણ ટાકા આવ્યા હતા જયારે જશુબેનને મુંઢ ઈજાઓ થઇ હોય જેથી બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર માર મારી લૂંટની ઘટના મામલે જશુબેન મગનભાઈ જાદવજીભાઈ સુરાણીએ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ચારેય અજાણ્યા બુકાનીધારી ચોર વિરુદ્ધ આઇપીસી કલમ ૩૯૪,૪૫૦,૧૧૪ તથા જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button