
Morbi:તનિષ્ક શોરૂમમાં કરોડોના દાગીના ઉચાપત કેસમાં 4 આરોપીઓની ધરપકડ
મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂમમાં ફરજ બજાવતા મેનેજર, કર્મચારીઓ સહિતનાઓએ મળીને દાગીના ચાઉં કરી જઈને તેમજ ખોટી રીસીપ બનાવી કુલ રૂ ૧.૫૬ કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્લેટીનયમ હાઈટ્સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે શો રૂમના મેનેજર અને કર્મચારીઓએ ઘણા બધા ઘરેણાના રૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા
આમ પાંચેય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ ૦૮, સોનાના સેટ નંગ ૧૧, બેન્ગ્લ્સ નંગ ૧૮, ચેઈન નંગ ૧૪, વીંટી નંગ ૧૫, મંગલસૂત્ર ૨ નંગ, પેન્ડલના સેટ નંગ ૦૩ અને અધર નંગ ૦૧ સહીત કુલ ૭૩ નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂ ૧,૫૬,૧૪,૦૦૦ ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને પોલીસે આરોપી હરિભાઈ ભટી, આશિષભાઈ, ઈરફાન વડગામા અને ધવલ પટની એમ ચારને ઝડપી લીધા છે તો મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે








