
12 – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા મધ્યે બિદડા સર્વિસ કોમન સેન્ટર ઓફિસ ખાતે માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી સુરેશભાઈ સંઘાર અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી ની અધ્યક્ષતા માં મહાન વિચારક અને સમાજ સુધારક, સત્યશોધક સમાજના સંસ્થાપક મહાત્મા જ્યોતિબા ફુલેજીની જયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી અને જ્યોતિબા ફુલેની વિચાર ધારાઓ સંભળાવી હતી અને ત્યાં પધારેલા તમાંમ લોકોએ જ્યોતિબા ફૂલેની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત સદસ્ય જેકશનભાઈ, મનોજભાઈ મહેશ્વરી, લક્ષ્મીચંદ સંઘાર,ચેતન રાજગોર, વગેરે સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તા મિત્રો તેમજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનો પણ ઉપસ્થિત રહ્યા.
[wptube id="1252022"]