
*રિપોર્ટર….
અમિન કોઠારી
સંતરામપુર *
*સંતરામપુર એસટી ડેપો ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે નવીન ત્રણ બસોનું લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું.*
*સંતરામપુર ડેપો ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર ની અધ્યક્ષતામાં સંતરામપુર ડેપો ખાતે નવીન ત્રણ બસો ,સંતરામપુરથી મોરબી વાયા કડાણા દિંત્વાસ,મોડાસા, સંતરામપુર થી જલઈ ભાભર અને સંતરામપુર થી સંજેલી મેટ્રોલિંક બસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીના વરદ હસ્તે કંકોત તિલક કરી શ્રીફળ વધેરીને બસના દરવાજા પાસે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મુસાફરને તેમાં પ્રવેશ આપવામાં આવ્યો.આ સાથે જિલ્લા વિભાગીય અધિકારી શ્રી બી.આર.ડીન્ડોર, સંતરામપુર એસટી ડેપો મેનેજર શ્રી પરમાર ,એટીઆઈ ટીનાબાપુ ,એટીઆઈ વિનુભાઈ પટેલ તેમજ તમામ એસટીના કર્મચારીઓ સાથે પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.*