ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ રથયાત્રા, નગરમાં ઠેર ઠેર યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ રથયાત્રા નું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ફતેપુરા નગરના રામજી મન્દિર ખાતેથી બપોરના સમયે દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલિયાર, ભાજપાના અગ્રણી અને પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પારગી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર, સામાજીક કાર્યકર મુકેશભાઈ(ટીનાભાઈ) પારગી, પૂર્વ સરપંચ મનોજભાઈ કલાલ, દીપ્તાંશુભાઈ આમલિયાર, અશ્વિનભાઈ ઉપાધ્યાય, ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. શ્રી જી.કે. ભરવાડ તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્તિથિમાં આરતી ઉતારી પીહીંદ વિધિ કર્યા બાદ રથ ખેંચી યાત્રાનો સુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ રથયાત્રા ફતેપુરા રામજી મન્દિર થી નીકળી મેઇન બજાર, પાછલા પ્લોટ, માતાજી મંદિર, જુના બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ બલૈયા રોડ લક્ષ્મીનારાયણ મંદિરેથી પરત રામજી મન્દિરે ફરી હતી. ફતેપુરા નગરમાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. સમસ્ત યાત્રાનું સરસ આયોજન શ્રી જગન્નાથજી રથયાત્રા સેવા સમિતિ ફતેપુરાના સભ્યો હર્ષદ પંચાલ(લાલા), ભાવિક પ્રજાપતિ, જીજ્ઞેશ કલાલ, તરુણ માલવી, મુકેશ પીઠાયા, પ્રતિક કલાલ, સેગલ પંચાલ, રોહિત અગ્રવાલ, મનીષ દરજી, કાનલ પટેલ(ચીકુ), રાજા લખારા, દિશાન્ત પંચાલ, વિકેશ પટેલ(લાલા), હર્ષ ઉપાધ્યાય(મહારાજ), કપિલ નહાર, દિપક વિજયવર્ગીય, પ્રવીણ અગ્રવાલ(શેટ્ટી), અક્ષય દેવડા, શોનું માલવી, મિલીન દરજી, દ્વારા કરવામાં આવ્યું હતું.